વેબસાઇટની પ્રાઇવસી
intuition-check.com એક સ્ટૅટિક વેબસાઇટ છે. તેમાં કોઈ ઍનાલિટિક્સ, ટ્રૅકિંગ પિક્સેલ, જાહેરાત કે સોશિઅલ મીડિયા એંબેડ નથી. તે પોતાની કોઈ કુકી સેટ કરતી નથી. તમે અહીં જે કંઈ કરો છો, તેની અમે નોંધ રાખતા નથી કે તેના આધારે તમારી પ્રોફાઇલ બનાવતા નથી.
તૃતીય પક્ષનું કોઈ કૉન્ટેંટ નથી. ફૉન્ટ, ઇમેજ અને સ્ટાઇલશીટ આ જ ડોમેન પરથી આપવામાં આવે છે. સાઇટ ફૉન્ટ સેવાઓ, લાઇબ્રેરીઓ માટેના CDN કે બીજા કોઈ બહારના પક્ષ પાસેથી રિસોર્સ લોડ કરતી નથી, એટલે તેની મુલાકાત લેવાથી એંબેડ કરેલા કૉન્ટેંટ દ્વારા તમારું IP અડ્રેસ કોઈ તૃતીય પક્ષ સામે જાહેર થતું નથી.
હોસ્ટિંગ અને ડિલિવરી. કોઈ પણ વેબસાઇટની જેમ, અમારી વેબસાઇટ પણ કોઈકે તો પહોંચાડવી પડે છે. પેજ પોતે Netlify પર હોસ્ટ થાય છે. Cloudflare ડોમેનના નેમ સર્વર ચલાવે છે અને એ હોસ્ટની આગળ ઊભું રહે છે : દરેક વિનંતી Cloudflareનાં પોતાનાં અડ્રેસ દ્વારા સાઇટ સુધી પહોંચે છે, જે તેને હુમલાના ટ્રાફિકથી બચાવે છે, અને તે સ્ટાઇલશીટ જેવી ન બદલાતી ફાઇલોની નકલ તમારી નજીક રાખે છે. બંને અમારા ડેટા પ્રોસેસર તરીકે કામ કરે છે. વિનંતી પૂરી કરવાના ભાગ રૂપે તેઓ પ્રમાણભૂત ટેક્નિકલ માહિતી સંભાળે છે — તમારું IP અડ્રેસ, વિનંતી કરેલું પેજ, તમારા બ્રાઉઝરનો યૂઝર એજંટ — અને વિશ્વસનીયતા માટે અને દુરુપયોગ અટકાવવા માટે તેને ટૂંકા ગાળાના સર્વર અને સુરક્ષા લૉગમાં રાખે છે. અમે એ ડેટાનો ઍનાલિટિક્સ માટે ઉપયોગ કરતા નથી, અને તેને બીજી કોઈ માહિતી સાથે જોડતા નથી. જો Cloudflareનું બૉટ સંરક્ષણ સક્રિય થાય, તો માણસોને ઑટોમૅટિક ટ્રાફિકથી અલગ ઓળખવા માટે જ તે એક કુકી સેટ કરી શકે છે; અહીં તમને મળી શકે તે એકમાત્ર કુકી એ જ છે, અને અમે તેને ન તો વાંચીએ છીએ, ન તો કોઈ પણ કામ માટે વાપરીએ છીએ.
બહારની લિંક. અમુક પેજ પર App Store, Appleનાં કાનૂની પેજ અને પત્તાંની ઇમેજના સ્રોતની લિંક છે. આવી કોઈ લિંક ખોલો પછી, તે સાઇટની પોતાની પ્રાઇવસી પૉલિસી લાગુ પડે છે.